Tocilizumab
Tocilizumab વિશેની માહિતી
Tocilizumab ઉપયોગ
એન્કીલોઝિંગ સ્પોન્ડીલાઇટિસ, રુમેટોઇડ આર્થ્રાઇટિસ, સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ), અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોહન રોગ ની સારવારમાં Tocilizumab નો ઉપયોગ કરાય છે
Tocilizumab કેવી રીતે કાર્ય કરે
“Tocilizumab એ ચોક્કસ પ્રકારના સાંધાના રોગો સાથે સંકળાયેલ તીવ્ર દુખાવાવાળા સોજા અને લાલાશનું કારણ બનતાં રસાયણોની પ્રવૃત્તિને શરીરમાં અવરોધે છે.”
Common side effects of Tocilizumab
માથાનો દુખાવો, લોહીનું વધેલું દબાણ , ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ, નાસોફેરિન્જાઇટિસ
Tocilizumab માટે ઉપલબ્ધ દવા
Tocilizumab માટે નિષ્ણાત સલાહ
- જો તમને ઇંજેક્ષન દરમિયાન કે પછી છાતીમાં સજ્જડતા, ગળામાં સસણી જેવો અવાજ થવો, તીવ્ર ચક્કર આવવાં કે માથું ભમવું, હોઠ, જીભ, ચહેરા પર સોજો કે ત્વચામાં ખંજવાળ, ઝીણી ફોલ્લીઓ કે ફોલ્લી જેવી એલર્જીક પ્રતિક્રિયાઓ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જરૂરી પૂર્વસાવચેતીઓ લેવી કેમ કે ટોકિલિઝુમેબથી નવા ચેપ થવાની તક વધી શકે છે અથવા ચેપ સામે પ્રતિભાવ આપવાની તમારા શરીરની ક્ષમતા ઘટી શકે છે.
- જો તમને કોઇપણ પ્રકારનો ચેપ, ક્ષય, આંતરડામાં અલ્સર, યકૃત કે કિડનીનો રોગ, સતત માથાનો દુખાવો થાય તો તમારા ડોકટરને જાણ કરો.
- ડ્રાઈવ કરવું નહીં કે કોઈ મશીનરીનો ઉપયોગ કરવો નહીં કેમ કે ટોકિલિઝુમેબથી ચક્કર આવી શકે છે
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.