Ferrous Ascorbate
Ferrous Ascorbate વિશેની માહિતી
Ferrous Ascorbate ઉપયોગ
આયર્નની ન્યૂનતાને કારણે એનીમિયા અને દીર્ધકાલિન કિડનીના રોગને કારણે એનીમિયા ની સારવારમાં Ferrous Ascorbate નો ઉપયોગ કરાય છે
Ferrous Ascorbate કેવી રીતે કાર્ય કરે
ફેરસ એસકોર્બેટ એન્ટી એનેમિક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાબે છે અને આ એક મૌખિક આર્યન પૂરક છે. આ આયર્ન (ફેરસ)નું એક કુત્રિમ સ્વરૂપ છે અને એસકોર્બિટ એસિડ (એસકાર્બેટ)ની સાથે નાના આંતરડામાં આયર્નના શોષણને વધારવામાં મદદ કરે છે, આ લોહીમાં આયર્નના સ્તરોને વધારે છે જે લાલ ર્ક્ત કોષો અથવા હિમોગ્લોબિનના ઉત્પાદન માટે આવશ્યક હોય છે.
Common side effects of Ferrous Ascorbate
ઊલટી, ઉબકા, કાળા/ઘેરા રંગનો મળ, કબજિયાત, અતિસાર
Ferrous Ascorbate માટે ઉપલબ્ધ દવા
Ferrous Ascorbate માટે નિષ્ણાત સલાહ
- હોજરી ની અસ્વસ્થતા ઘટાડવા ભોજન સાથે ફેરસ એસ્કોર્બેટ લેવી.
- તમે ચેપ માટે ની સારવાર મેળવી રહ્યા હોવ તેવી કોઈપણ દવાઓ (એન્ટિબાયોટિક્સ) વિશે તમારા ડોકટરને જણાવો.
- જો તમને પેટમાં કે આંતરડામાં (પેપ્ટિક અલ્સર) અલ્સર હોય અથવા આંતરડામાં લાંબા સમયથી સોજો હોય (સ્થાનિક એન્ટેરાઈટિસ અને અલ્સરેટિવ કોલાઈટિસ) તો તમારા ડોકટરને જણાવો.
- જો તમને પેટમાં દુખાવો, ઉબકા, ઊલટી, અતિસાર, મળમાં લોહી, કાળું મળ, લોહીની ઊલટી, લોહીનું ઓછું દબાણ, હૃદયના ધબકારા વધવા, લોહીમાં સાકરનું ઊંચું સ્તર, ડીહાઈડ્રેશન, સુસ્તી, નિસ્તેજ દેખાવ અને ત્વચાનો રંગ વાદળી થવો, તાકાત કે તંદુરસ્તીનો અભાવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- બાળકોમાં ફેરસ એસ્કોર્બેટના ઉપયોગ સંબંધમાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો આયર્ન પૂરકો અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- શરીરમાં વધુ પ્રમાણમાં આયર્ન જમા થવાના વિકારથી પીડાઈ રહ્યા હોવ (હેમોસિડેરોસિસ અને હેમોક્રોમેટોસિસ), લાલ રક્ત કણો નો વિનાશ થવાને કારણે લોહીમાં ઓછું હિમોગ્લાબિન (હેમોલિટિક એનીમિયા) અથવા લાલ રક્ત કણો ઉત્પન્ન થવાની અક્ષમતા (લાલ કોષ અપ્લાસિયા) હોય તો લેવી નહીં.