હોમ>hydroxypropylmethylcellulose
Hydroxypropylmethylcellulose
Hydroxypropylmethylcellulose વિશેની માહિતી
Hydroxypropylmethylcellulose કેવી રીતે કાર્ય કરે
Hydroxypropylmethylcellulose એક કૃત્રિમ આંસુ છે જે આંખની સપાટીને (કૃત્રિમ આંખ સહિત) જેવી રીતે કુદરતી આંસુઓ કરે છે તેવી જ રીતે ભીની કરે છે.
હાઇડ્રોક્સિપ્રોપ્રાઇલમિથાઇલસેલ્યુલોઝ આંખોનું લ્યુબ્રિકન્ટ અથવા કુત્રિમ આસુઓના નામની દવાઓ સાથે સંબંધ ધરાવે છે. આ આંખોની સપાટીને ભીની કરી અને ચીકણી બનાવી શુષ્કતા અને બળતરાને ઓછી કરે છે.
Common side effects of Hydroxypropylmethylcellulose
ઝાંખી દ્રષ્ટિ, આંખમાં દુખાવો, આંખમાં બળતરા, આંખમાં લાલાશ, આંખમાં બહારની વસ્તુની સંવેદના
Hydroxypropylmethylcellulose માટે ઉપલબ્ધ દવા
Hydroxypropylmethylcellulose માટે નિષ્ણાત સલાહ
તમારા ડોકટરની તત્કાલ સલાહ લો,
- જો તમને આંખમાં દુખાવો થાય.
- જો તમને માથાનો દુખાવો થાય.
- જો તમને દૃષ્ટિમાં ફેરફાર થાય.
- જો તમને આંખોમાં લાલાશ કે બળતરા સતત ચાલુ રહે કે વધુ બગડે.
હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ આંખના ટીંપાં નાંખ્યા પછી ઓછામાં ઓછી 5 મિનિટ માટે કોઈ બીજી આંખની દવાનો ઉપયોગ કરવો નહીં. હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝનો ઉપયોગ કરતાં પહેલાં તમારા સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ કાઢી નાંખવા અને તે ફરીથી પહેરતાં પહેલાં ઓછામાં ઓછી 15 મિનિટ રાહ જોવી. હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ આંખના ટીંપા માત્ર આંખોના ઉપયોગ કરવા માટે છે. દૂષિત થતું અટકાવવા, આંખના ટીંપાની બોટલના ડ્રોપરની ટોચથી આંખની પાંપણ કે આજુબાજુની જગ્યાનો સ્પર્ષ કરવો નહીં. જો આંખના ટીંપાનો રંગ બદલાયો હોય અથવા વાદળીયું બને તો ઉપયોગ કરવો નહીં હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ આંખના ટીંપાના ઉપયોગ પછી તરત દૃષ્ટિમાં ટૂંકા સમય માટે ઝાંખપનો અનુભવ થાય તો દૃષ્ટિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં. જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો હાઈડ્રોક્સીપ્રોપિલમિથાઈલસેલ્યુલોઝ વાપરતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લો.