Timolol
Timolol વિશેની માહિતી
Timolol ઉપયોગ
ગ્લુકોમા (આંખમાં ઉંચું દબાણ), ઝામર ની સારવારમાં Timolol નો ઉપયોગ કરાય છે
Timolol કેવી રીતે કાર્ય કરે
Timolol આંખ(ખો)માં દબાણ ઓછું કરીને કાર્ય કરે છે જેથી દ્રષ્ટિના ક્રમિક નુકસાનને રોકી શકાય.
ટિમોલોલ દવાઓની બીટા બ્લોકર નામની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ રક્તવાહિનીઓને આરામ પહોંચાડે છે અને રક્તદાબને ઓછું કરે છે. આ હ્રદયને આરામ પહોંચાડે છે અને હ્રદયરોગના દરદીઓ માટે લોહીને ધીમી ગતિથી પમ્પ કરે છે. આંખોમાં આ પ્રવાહીના ઉત્પાદનને ઓછુ કરે છે અને આમ દબાણ ઓછુ કરે છે.
Common side effects of Timolol
આંખમાં બળતરા, આંખમાં ખુંચવું
Timolol માટે ઉપલબ્ધ દવા
Timolol માટે નિષ્ણાત સલાહ
- ટિમોલોલ અથવા અન્ય બિટા-બ્લોકર અથવા ટીકડીના અન્ય કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તેવા દર્દીઓ દ્વારા તે લેવી જોઈએ નહીં.
- જો તમે લોહીના ઊંચા દબાણ કે હૃદયની સ્થિતિ માટે અન્ય બીજી દવા લઈ રહ્યા હોવ અથવા અન્ય બિટા-બ્લોકર લઈ રહ્યા હોવ તો ટિમોલોલ શરૂ કરવી નહીં કે ચાલુ રાખવી નહીં.
- જો તમને અસ્થમા કે અન્ય શ્વસનનો રોગ હોય જેનાથી શ્વસનની સમસ્યાઓ (એટલે કે દીર્ધકાલિન બ્રોન્કાઈટિસ, એમ્ફીસેમા વગેરે) થાય તો ટિમોલોલ લેવાનું નિવારો.
- જો તમને ડાયાબિટીસ, થાઈરોઈડનો વિકાર, યકૃત કે કિડનીની સમસ્યા અથવા અલ્સર, ફિઓક્રોમોસાયટોમા (મૂત્રપિંડ ગ્રંથિની ગાંઠ જેનાથી સતત કે પ્રાસંગિક લોહીમાં ઊંચું દબાણ) હોય તો ટિમોલોલ શરૂ કરવી નહીં કે ચાલુ રાખવી નહીં.
- જો તમે સ્તનપાન કરાવતા હોવ અથવા સગર્ભા હોવ તો ટિમોલોલ લેવાનું નિવારો.
- ડ્રાઈવ કરવું નહીં કે મશીનો ચલાવવાં નહીં કેમ કે ટિમોલોલથી ચક્કર કે થકાવટ થઈ શકે.