Lamivudine
Lamivudine વિશેની માહિતી
Lamivudine ઉપયોગ
એચઆઇવી ચેપ અને દીર્ધકાલિન હેપટાઇટિસ B ની સારવારમાં Lamivudine નો ઉપયોગ કરાય છે
Lamivudine કેવી રીતે કાર્ય કરે
તે વાયરસની સંખ્યાના વધારાને પ્રતિબંધિત કરીને કાર્ય કરે છે, જેથી ચેપગ્રસ્ત દર્દીમાં તેમના સ્તર ઘટે છે.
Common side effects of Lamivudine
માથાનો દુખાવો, ઉબકા, તાવ, અતિસાર, નિર્બળતા, કફ (ઉધરસ), નાકમાંથી પ્રવાહી વહેંવુ
Lamivudine માટે ઉપલબ્ધ દવા
Lamivudine માટે નિષ્ણાત સલાહ
- જો તમને ડાયાબિટીસ હોય અને ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તમારા ડોકટરની સલાહ લેવી.
- આ ઉપચાર મેળવી રહેલ દર્દીઓ હંમેશા ચેપના જોખમ પર હોય છે અને તેથી આવા કોઇપણ કેસની ડોકટરને જાણ કરવી જોઇએ.
- જો તમે કોઇપણ લખી આપેલી દવા લો તો તમારા ડોકટરની સલાહ લેવી; જો તમે એચઆઇવી કે હેપટાઇટિસ B ચેપ, હેયરી સેલ લ્યુકેમિયા [એક પ્રકારનું લોહીનું કેન્સર] ની સારવાર માટે અન્ય દવા, અથવા ચેપ માટે એન્ટિબાયોટિક્સ લો તો તમારા ડોકટરને જાણાવો.
- લેમિવુડાઇનથી ભાગ્યે જ ગંભીર આડઅસર થઇ શકશે જેમ કે સ્નાયુના દુખાવા કે નબળાઇ જેવા લક્ષણો સાથે લેક્ટિક એસિડોસિસ, હાથ કે પગમાં સંવેદનશૂન્યતા કે ઠંડીની લાગણી, પેટમાં દુખાવો, ઉબકા, ઊલટી, શ્વાસ ના લેવાવો, હ્રદયના અલગ ધબકારા, ચક્કર આવવાં, નબળાઇ કે થકાવટની લાગણી; તેથી જો તમને આમાંથી કોઇપણ લક્ષણોનો અનુભવ થાય તો તત્કાલ ડોકટરને જણાવો.
- આ દવા પર હોવ ત્યારે એચઆઇવી પસાર થવાની શક્યતા છે અને તેથી એચઆઇવી ફેલાતું અટકાવવા જરૂરી પૂર્વસાવચેતીઓ લેવી મહત્વપૂર્ણ છે.
- જો તમને ચરબીના વિતરણમાં બદલાવની (લિપોડીસ્ટ્રોફી) નિશાનીઓ જણાય, હાડકાનું ખવાણ (ઓસ્ટેરોનેક્રોસિસ) અથવા સ્વાદુપિંડનો સોજો (પેન્ક્રિઆઇટાઇટિસ) થાય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે ઉપચાર પર હોવ તો અસરકારક ગર્ભનિરોધકની બિન હોર્મોનની પદ્ધતિ કે કોન્ડોમનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે જેથી સગર્ભાવસ્થા નિવારી શકાય.
- પેન્ક્રિઆઇટાઇટિસના ઇતિહાસ ધરાવતા બાળ દર્દીઓમાં અથવા પેન્ક્રિઆઇટાઇટિસ માટેના અન્ય નોંધપાત્ર જોખમ પરિબળોમાં સાવધાની પૂર્વક ઉપયોગ કરવો.