Bortezomib
Bortezomib વિશેની માહિતી
Bortezomib ઉપયોગ
મલ્ટિપલ માયેલોમા (લોહીનું એક પ્રકારનું કેન્સર) અને મેન્ટલ-સેલ લીમ્ફોમા ની સારવારમાં Bortezomib નો ઉપયોગ કરાય છે
Bortezomib કેવી રીતે કાર્ય કરે
Bortezomib એ કોષની કામગીરી અને વૃદ્ધિને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતાં રસાયણની પ્રવૃત્તિને અટકાવીને કેન્સરના કોષોને મારી નાંખે છે.
બોર્ટેઝોમિબ પ્રોટિઝોમ ઇન્હિબિટર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. પ્રોટીઝોમ એવું પ્રોટીન છે કેન્સર કોષોની વૃદ્ધિ અને વંશ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. બોર્ટેઝોમિબ પ્રોટિઝોમના કાર્યને અવરોધે છે અને કેન્સરયુક્ત (સક્રિય રીતે વધતા) કોષોની વૃદ્ધિ ઘટે છે.
Common side effects of Bortezomib
લોહીમાં ઘટેલ પ્લેટલેટ્સ, થકાવટ, જ્ઞાનતંતુઓને નુકસાન, જેના પરિણામે હાથપગમાં નબળાઈ, જડ થઈ જવા અને દુઃખાવો, મનોરોગમાં ખલેલ, ઉબકા, ઊલટી, ભૂખમાં ઘટાડો, તાવ, લોહીની ઊણપ, અતિસાર, ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ), કબજિયાત
Bortezomib માટે ઉપલબ્ધ દવા
Bortezomib માટે નિષ્ણાત સલાહ
- બોર્ટેઝોમિબ લેતાં પહેલાં, જો તમને નીચેના રોગની કોઈપણ સ્થિતિઓ હોય તો તમારા ડોકટરની સલાહ લેવી: યકૃત, કિડની, હૃદયનો રોગ, અથવા ચેપ જેમ કે ફોલ્લી સાથે તાવ અથવા જનેનેન્દ્રિયમાં સોજો, ડાયાબિટીસ, લાલ કે શ્વેત રક્તકણોની ઓછી સંખ્યા અથવા રક્તસ્ત્રાવની સમસ્યાઓ.
- બોર્ટેઝોમિબથી તમારી સારવાર દરમિયાન દરરોજ ખૂબ પ્રમાણમાં પાણી પીવું.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો તમને મગજના ચેપની ગંભીર નિશાનીઓ હોય જેમ કે, યાદશક્તિ ગૂમાવવી, વિચારવામાં મુશ્કેલી, ચાલવામાં મુશ્કેલી અથવા દૃષ્ટિ ગૂમાવવી તો તમારા ડોકટરની સલાહ લેવી.
- બોર્ટેઝોમિબ લીધા પછી ડ્રાઈવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે તેનાથી થકાવટ, ચક્કર, મૂર્ચ્છા અથવા ઝાંખી દૃષ્ટિ થઈ શકશે.